અંગત ડાયરી - ફંદ

  • 5.6k
  • 1.8k

અંગત ડાયરી ============શીર્ષક : ફંદ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૬, એપ્રિલ ૨૦૨૦, રવિવારજરા યાદ કરીને કહો તમે છેલ્લે ઘરેથી બહાર ‘રમવા’ ક્યારે ગયેલા? બાળપણમાં લંગોટીયો મિત્ર ઘરના ડેલા પાસે ઊભો રહી બૂમ પાડતો, "મોન્ટુ.. એ મોન્ટુ, ચલ રમવા" એ યાદ કરો. મોટા થયા પછી એ ‘ચલ રમવા’ની બૂમ તો ભૂલાઈ જ ગઈ. એ ક્રિકેટ, કબ્બડી, ચેસ, લૂડો, નવકાંકરી, સાપસીડી, વેપાર, ઇષ્ટો, બેઠી ખો, ઊભી ખો, લંગડી... ઓહોહો. બાળપણની આ રમતો બાળપણમાં આપણને એક અનોખી દુનિયામાં લઇ જતી, જ્યાં મજા હતી, આનંદ હતો, ઉત્સાહ હતો.બાળપણમા ‘ફંદ’ કરવાની પણ એક અનોખી મજા હતી. પ્રતિસ્પર્ધીની નજર ચૂકવી કૂકરીનું ખાનું