કીટલીથી કેફે સુધી... - 25

  • 3.3k
  • 1.3k

કીટલીથી કેફે સુધીઆનંદ(25)દીવાળીની રજા સુધીમા ત્રણેક ઓપનમાઇકમા તો જઇ આવ્યો. દીવાળીએ ઓફીસમાથી પહેલીવાર ‘સ્ટાઇપન્ડ’ આવ્યુ. પૈસા વપરાઇ જાય એ પહેલા મે ગીટાર નો શોખ પુરો કરી લીધો. મને એમ હતુ કે છેલ્લા દસ દીવસમા વગાડતા શીખી લઇશ. એવુ કંઇજ થયુ નહી. હુ મારા બાકી રહેલા બધા સપના પુરા કરીને જવા માંગતો હતો. દીવાળી પછી છેલ્લા પંદર દીવસ હતા. એ નીકળી ગયા એ જ ખબર ન પડી. અત્યાર સુધી જેટલાને મળ્યો એટલાને મારે ફરીથી મળવુ હતુ. રોજ રાતે અને દીવસે કોઇના કોઇ માણસને ‘ચા’ ના બહાને મળવાનુ. આટલા ટાઇમમા તો એપાર્ટમેન્ટમાય બધાય મારા ઓળખીતા થઇ ગયા હતા. આ બધા સાથે ભાઇબંધી છોડીને જવુ