અંતઃકરણની એરણ પર હૈયાફાટ હથોડી ટીપાય એવી ક્ષણ...હૃદયનો તારતાર ઝંકૃત થઈ જાય એવી ક્ષણ...મનમસ્તિષ્કમાં જેના જવાના સમાચાર સાંભળતાં જ ધગધગતો શેરડો ફૂટે એ ક્ષણ... ડૂમો એની પરાકાષ્ટા એ પહોંચે એ ક્ષણ... આ બધી જ અવસ્થાઓ કોઈક અંતેવાસી આપણી કહી શકાય એવી વ્યક્તિ આપણી પાસેથી કાયમી વિદાય લે ત્યારે સર્જાતી હોય છે. અંગત સ્નેહીજનની વિદાય આપણા માટે હૃદય ડહોળી નાખનારી હોય જ હોય... અત્યારે સોશિઅલ મીડિયા પર અનુકરણની ચાલે ચાલી