એક પ્રેમ એક ટ્રસ્ટ

(23)
  • 1.6k
  • 569

બેટા શ્વેતા પેલો છોકરો કોણ હતો જે કોલેજ માં તારી સાથે વાતો કરી રહ્યો હતો. ગુસ્સે થી શ્વેતા ના પપ્પા એ શ્વેતા ને કહ્યું. પપ્પા હું તમને કહેવાની જ હતી તે મારો બોય ફ્રેન્ડ હિરેન છે ને હું તેને પ્રેમ કરું છું. બસ તમે પરવાનગી આપો તો હું તેની સાથે લગ્ન કરી લવ. ખબરદાર જો મારી મરજી મુજબ લગ્ન કર્યા છે તો મારે એક દીકરી છે તે હું ભૂલી જઈશ. શ્વેતા નો ભાઈ ભાવેશ વચ્ચે આવી પપ્પા ને સમજાવવા લાગ્યા પપ્પા પેલા છોકરા ને એક વાર મળી લો જો યોગ્ય હોય તો દીદી ના મેરેજ કરાવજો નહિ તો તમારી મરજી.