( મિત્રો આપણે આગળ જોયું કે આશ્કા લગ્ન કરીને વિરાજના ઘરે આવે છે. કાવેરીબેન, વિરાજ અને એનાં મિત્રો એની સાથે હસી મજાક કરીને એને સહજ મેહસુસ કરાવે છે. વિરાજ પણ એની સાથે એક મિત્રની જેમ વર્તે છે. બધાંનો પોતાના પ્રત્યેનો પ્રેમ અને આત્મીયતા જોઈને આશ્કા ખુબ ખુશ હોય છે. હવે જોઈશું આગળ શું થાય છે.) વહેલી સવારનાં પરોઢિયે શીતલ હવાની લહેરખી વિરાજના ચહેરાને સ્પર્શે છે. એની આંખો પર નિંદ્રાનો ભાર હોય છે. બંગડીઓનો ખનખનાટ અને પાયલના છનછનાટનો રવ એના કાનમાં ગૂંજે છે. આ અવાજ શાનો છે એ આશ્ચર્ય સાથે એ આંખો ખોલે છે તો એને બારીના પરદા ખોલતી આશ્કા દેખાય