લવ બ્લડ - 6

(102)
  • 5.7k
  • 5
  • 3.1k

લવ બ્લડપ્રકરણ-6 નૂપૂરનાં ઘરેથી આવીને દેબુ ઘરે પહોંચ્યો. હંમેશની જેમ એનાં માં પાપા વરન્ડામાં બેઠા હતાં. પાપાએ પૂછ્યું. "કેવી રહી રાઇડ ? દેબુએ ખુશ થતાં કહ્યું "ખૂબ મજા આવી ગઇ પાપા. આઇ હેવ એન્જોય લોટ.. મારાં માટે બાઇક સાચેજ લકી છે. માં પાપા ખુશ થતાં દેબુને જોઇ રહ્યાં. ત્યાં જ સૂરજીતરોયનાં મોબાઇલમાં રીંગ આવી એમણે મોબાઇલનો સ્ક્રીન જોયો. અજાણ્યો નંબર જોઇને આશ્ચર્ય થયુ પછી ફોન લીધો અને ફોનમાં વાત સાંભળી ચહેરો તંગ થઇ ગયો. એ શાંતિથી સાંભળી રહ્યાં પછી એટલું જ કીધુ... અમારી કંપની ચાનું ઉત્પાદન કરે છે પ્રોસેસ કરે છે અને એક્ષપોર્ટ પણ કરે છે.. આખી લીંક સેટ છે..