સવારે એક સુવાળા સ્પર્શથી મારી નીંદ ખુલી. હું બાથરૂમમાં ગયો અને ત્યાં થી આવી મેં કપડા પેહરી ને કહયું.” હું જાઉં છુ.”“જાઉં એન્ડ ટેક કેર” હું એની રાહમાં ત્યાં થોડી વાર ઉભો રહ્યો કદાસ એણે મારી આંખો માં એવું કઈ દેખાઈ જાય કે એ દોડી આવી ને મારા ગળે લાગી જાય પણ એવું કઈ થવાનું હતું નહિ. એણે તો મારો આંખો સામે સુધ્ધા જોયું નહિ.“તારો થનારો હસબન્ડ શું કામ કરે છે?” મેં કહયું.“તું કેમ પૂછી રહ્યો છો?” નિશાએ કહયું.“જનરલ નોલેજ માટે, શું ખબર IAS કે IES એક્ઝામ માં આવી જાય ” મે કહયું.“ઇટ્સ નોટ ફની અરમાન, તું હવે જા અને