? આરતીસોની ? પ્રકરણ : 34 દિક્ષા વિરાજના નામે અમ્માને પત્ર લખીને શું સાબિત કરવા માંગતી હતી એ જાણવા અમ્માએ એની આખી રૂમ ઉથલપાથલ કરી નાખી હતી.. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️ કશું જ, કંઈ જ ન મળતાં અંતે અમ્માનો ઉત્પાત વધી ગયો હતો અને પલંગને ટેકે લમણે હાથ દઈ પછડાઈ પડ્યાં હતાં કંઈક મળવાની આશાઓને એમણે ઢીલી મૂકી દીધી હતી. ખખડધજ જૂની ખાંભી મહીં પતિ જગદીશના સ્મરણનું તૃણ ખળભળી ઊઠ્યું અને અમ્મા ભૂતકાળમાં ખોવાઈ ગયાં. તું જ ઑમ તૂટી જયે તો.. ચ્યમનું ચાલશે કંચન? યાદ સે એકવાર મુ કૉમ પર બે દા'ડા માટે જ્યો'તો અન વિરુન તાવ ચઢ્યો'તો..