પદ્યમાલા-ભાગ-1

  • 3.5k
  • 1.5k

સૌગાદ ( 1 ) જીવનની ગઝલ ગાવી હોયતો, જીવનમાં સુર,તાલ અને લય જોઈએ. જમાનામાં દર્દીલું ગીત ગાવા, જીવનમાં ઝંઝાવાત જોઈએ. ન મળે કયાંય કિતાબોમાં -ગીતા- એવા ખયાલાત જોઈએ. અજવાળું આપવા અન્યને, દીપકે જાત જલાવવી પડે છે, સુવાસ પાથરવા જિંદગીની , ફૂલોને પણ મસળાવું પડે છે. ઈશ્વર નથી ક્યાંય મંદિર કે મસ્જિદમાં , એને ખોળવા ખોળિયું ખેલદિલ જોઈએ. ચૂમે છે કદમો એના જ સફળતા, જે જિંદગી ને નાખે છે પરિશ્રમનાં પૂરમાં, જિંદગીને ટોચ પર નિહાળવા, આગવી દ્રષ્ટિ જોઈએ. નીલકંઠ બની પૂજાવા માટે , આકંઠ વિષપાન કરવું પડે છે. સાચી વાત જમાનાને કહી શકે, તેવી કલમમાં તાકાત જોઈએ. ધ્રુવતારક બની ચમકી શકે