લાગણી નો સંઘર્ષ

(13)
  • 2.1k
  • 773

''નિશા, આજે તને જોવા છોકરાવાળા આવવાના છે. યાદ છે ને? આજે તું મારી પેલી બાંધણી પેર'જે. જોજે છોકરા વાળા જોતા જ હા પાડી દેશે.'' નિશા ને તેની ભાભી શિવાની એ કહ્યું. હા હું જ એ નિશા. બદનસીબે હું સ્ત્રી છું. હા સ્ત્રી હોવાનો મને કોઈ ગર્વ નથી. મોટિવેશન સ્પીકરો અને બીજા લોકો જ્યારે સ્ત્રી આમ ને સ્ત્રી તેમ, સ્ત્રી શક્તિ સ્વરૂપ, સ્ત્રી પૂજનીય આવું બધું બોલે ત્યારે ખરેખર ગુસ્સો આવે. કે સમાજ માં સ્ત્રીને ખરેખર માન આપવા વાળા કેટલા? અરે હા સાચું કહું છું જુઓને આજે જ મને જોવા માટે છોકરા વાળા આવવાના છે. હા જોવા.. હું કોઈ વસ્તુ છું