ધાની અને અદિતી બેઠા હતા. ડોરબેલ વાગી એટલે હું દરવાજો ખોલવા ગયો. સામે કાકા કાકી હતા. મેં એમને અંદર બોલાવ્યા. અદિતી કિચનમાં પાણી લેવા ગઈ. કાકાએ ધાનીને ખબર પૂછી ધાનીએ જવાબ આપ્યો પણ કાકી એના સામે હસ્યા ત્યારે ધાની મારો હાથ પકડી મારી પાછળ છુપાઈ ગઈ. હું એને જોઈ જ રહ્યો. અદિતી કિચનમાં જતી હતી ત્યારે ધાની તેની પાસે જવા ગઈ પણ એ કાકી પાસે હતી એટલે આગળ ના ગઈ અને મને ફીટ પકડી લીધો. વાત શું હતી એ તો નહિ ખબર હતી પણ એ ડરતી હતી. મેં અદિતીને બોલાવી. અદિતી, ધાનુ ને લઈ જા અને