નિર્ણય તારા કેટલા રંગ

  • 3.8k
  • 930

*નિર્ણય તારા કેટલાં રંગ!!*પટાવાળાએ આલબેલ પોકારીને મારા આગમનથી સૌને વાકેફ કર્યા. રૂઢી અને રિવાજ મુજબ અદાલતમાં બેઠેલા સૌએ બા અદબ ઉભા થઇ, ન્યાયાધીશના પદનું માન અને ગૌરવ જાળવ્યું. આરોપીના પાંજરામાં કેટલાંક ઈસમોએ પોત પોતાની જગ્યા ગ્રહણ કરી. કાયમ છકડો રિક્ષામાં બેસવા ટેવાયેલા હોય તેવાં લાગતાં એ જુદા-જુદા કેસનાં આઠેક આરોપીઓએ, ચાર જણ પણ માંડ બેસી શકે તેવી નાની પાટલી ઉપર સાંકળ માંકડ કરીને પોતાનું સ્થાન જમાવ્યું. આમ પણ હું જોતો કે તે ખૂણો કાયમ માટે ઉપેક્ષિત રહેતો, મેં પટાવાળાને તે તરફનો પંખો ચલાવવા સૂચના આપી. મૂઠી જુવારની ચોરીના આરોપીને આઠ-દશ વરસ સુધી દર મુદ્દતે કોર્ટમાં હાજરી આપવી ને આરોપીની પાટલીએ જઈ