પાંચ જાદુગરોની કહાની - ભાગ-૧

(20)
  • 5.7k
  • 5
  • 2.4k

પાંચ જાદુગરોની કહાની ભાગ-૧ આ કહાની એક કાલ્પનિક છે. અને આના બધા પાત્રો પણ કાલ્પનિક છે. અમે કોઈ વ્યક્તિ કે સમાજને ઠેસ પહોંચે તેવું નથી કર્યું. માં-બાપને પ્રણામ. આ કહાની તમને બધા ને પસંદ આવે એવી આશા રાખું છુ. પ્રકરણ-૧ એક ગામથી બીજે ગામ. સવારના છ વાગ્યા હતા, શિયાળાની મીઠી સવાર પડી હતી. બદામના વૃક્ષ પર કોયલનો મધુર અવાજ સંભળાતો હતો. અને આખા ગામ માં બધા ઉઠી ગયા હતા.પાર્વતીબેન અને અંબાલાલભાઈ તો નાહી ને તૈયાર પણ થઈ ગયા હતા. રાજુ નહાવા બેઠો હતો. ત્યાં જ બહારથી કોઈનો અવાજ સંભળાયો. કેટલી વાર કરીસ મોડું થાય છે.