બાળ ગોઠિયો

  • 2.2k
  • 511

લોકડાઉન નો પ્રથમ તબક્કો ચાલી રહ્યો હતો. ધંધાની દોડધામમાં ઘરે ટાઈમ નથી આપી શકાતો, તેવો કકળાટ કરતા લોકોને ઘરે કંટાળો આવવા લાગ્યો છે. હું મારા ઘરે ચીકુડી ના ઝાડ ના શીતળ છાયા નીચે રાખેલા હિંચકે બેસી મારા બાપુજીની યાદો ને સંઘરીને બેઠેલા હાર્મોનિયમ પર ગઝલોની રિયાઝ કરી રહ્યો હતો. એટલામાં બાજુમાં પડેલા ફોનની રીંગટોને મારી રિયાઝ માં ખલેલ પહોંચાડી. મેં ફોન રિસીવ કર્યો. કોઈક unknown નંબર પરથી ફોન આવતો હતો. મેં ફોન રીસીવ કરી હલો કહ્યું. સામેથી મારા કોઈ પરિચિત હોય તેમ મને નામથી સંબોધ્યો."ઓળખાણ પડી? "