પ્રિત એક પડછાયાની - ૬૦ (સંપૂર્ણ)

(78)
  • 4.7k
  • 5
  • 1.6k

(આજે આપની ઈતેજારીનો અંત કરતો છેલ્લો અને અંતિમ એક મહાએપિસોડ મુકી રહી છું...મને આશા છે વર્તમાન સમયને સ્પર્શતો આ ધારાવાહિક વાર્તાનો અંતિમ તબક્કો આપ સહુને અચૂક ગમશે...... આપનાં પ્રતિભાવો આવકાર્ય છે.આખી ધારાવાહિક દરમિયાન આપ સહુએ મને બહું સારી રીતે સલાહ સૂચનોને પ્રતિભાવ આપી આવકારી એ માટે આપ સહુની ખૂબ ખૂબ આભારી છું....) અન્વય અને અપુર્વ ગાડીમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં જ એમનું ઘ્યાન જાય છે કે લીપી તો ગાડીમાં સુતેલી છે... ફક્ત એનામાંથી રાશિની આત્મા બહાર નીકળી ગઈ છે. અન્વયે ધીમેથી દરવાજો ખોલીને લીપીને જગાડી. લીપી તો જાણે કંઈ થયું જ ન હોય એમ આળસ મરડીને બોલી," અનુ ક્યાં