રાઈટ એંગલ - 14

(22)
  • 2.6k
  • 1.3k

રાઈટ એંગલ પ્રકરણ–૧૪ ઉદયભાઇ આમ બોલીને જતા રહ્યાં તેથી ધ્યેય સામે કશિશ જોઇ રહી કે એ શું રિએક્શન આપે છે પણ એના ચહેરા પર કોઈ હાવભાવ દેખાયા નહી. ‘બોલ ક્યુ મૂવી જોવું છે? ઇગ્લિંશ?‘ ધ્યેયએ એને ભણતો જ સવાલ કર્યો એટલે ઉદયભાઇએ જે ધમકી આપી તે વિશે કશિશ કશું કહેવા જતી હતી તે માંડી વાળીને એ બોલી, ‘નોઓ.....નો ઇગ્લિશ મૂવી...એઝ યુ નો હું તો હિન્દી ફિલ્મની આશિક છું. તારી ઇંગ્લિશ મૂવી સાવ ધડમાથાં વિનાની હોય છે. આમ તો તું કહ્યાં કરે છે કે હિન્દી મૂવી સાવ લોજિક વિનાની હોય છે પણ મને કહે કે સ્પાઈડર મેનથી લઇને હલ્ક સુધીની ઇંગ્લિશ