સટ્ટાક....એક થપ્પડ અને રાગિણીની બહાવરી આંખો કેકેના ચહેરા પર સ્થિર થઇ. રાગિણી ઘરેથી નીકળી એ પછી થોડીકજ વારમાં કેકે અને આદિ નટુકાકા સાથે ગોવાના રસ્તે નીકળી ગયા હતા. ઘણી ઝડપ રાખવા છતાં રાગિણી સુધી પહોંચતા તેઓને બે કલાક લાગી ગઇ. આ બે કલાક કેકેના જીવનની સૌથી વસમી બે કલાક હતી..!!ઝડપ કરવાની સતત સુચનાઓ વચ્ચે જ્યારે નટુકાકાએ કહ્યું કે,"સાહેબ, આગળ રાગિણી બેનની ગાડી દેખાય છે,.. "તો કેકે અને આદિના ચહેરા પર એક ધરપતની લાગણી છવાઈ, પણ નટુકાકા નું વાક્ય પૂરું થતા ફરી ઉચાટ છવાઇ ગયો.. "પણ, કંઇક બરાબર નથી લાગતું... ગાડી સીધી નથી ચાલી રહી. લાગે છે કે બેનને કોઈ તકલીફ... "બોલતા