જિંદગી રંગીન હૈં - 2

  • 2k
  • 798

"સાંભળો છો , પેલા અરજણભાઈની રીક્ષા બાંધી લેજો ઠેઠ સુધી , બસમાં જયને કલ્પેશને હેરાનનો કરતા અને હા, મેં શાક રોટલા કરી નાયખા છે, બે'ય બાપ દીકરો ખાય ને જ નિકળજો શહેર જાવા માટે, પછી ઉપાદી નય. હું કામે જાવ છું" માં ના આટલા શબ્દો કાને પડતાજ કલ્પેશની આંખમાં પાણી આવી ગ્યા. હૈયું ભરાય ગ્યું, ગળે ડુંમો આવી ગયો. આજે કલ્પેશને છેલ્લી વાર હોસ્પિટલે બતાવવા જવાનું હતું. હાથમાં ફ્રેકચરના લીધે નાખેલી સ્ટીલની પ્લેટો કાઢવાની હતી. છેલ્લા ત્રણ મહિનાથી કલ્પેશ ઘરની બહાર નીકળ્યો નહોતો. સગા સંબંધીઓ ખબર પૂછવા આવે તેની સાથે થોડી ઘણી વાતો કરતો ઈ