રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ)… (ભાગ-2)

  • 2.2k
  • 919

વાચક મિત્રો, અગાઉના આ વિષય પરના લેખમાં આપણે આરસેપની પૂર્વભૂમિકા, આરસેપનો ખ્યાલ, તેનું મહત્વ, અત્યાર સુધીની પ્રગતિ તથા ભારતના પરિપેક્ષ્યમાં આરસેપનું વિશ્લેષણ વગેરે જોયું. આ લેખમાં આરસેપ અંતર્ગત મુખ્ય મત્તભેદના મુદ્દાઓ તથા શું ખરેખર ભારતે આરસેપમાંથી કાયમી ધોરણે ખસી જવું જોઇએ? તે બાબતે જરૂરી ચર્ચા કરીશું. આરસેપના હેઠળના મુખ્ય મત્તભેદના મુદ્દાઓ આમ તો આરસેપના વિવિધ મુદ્દાઓ અને કરારો બાબતે સભ્ય દેશો વચ્ચે બંધ બારણે વાટાઘાટ થાય છે. તો ખરેખર મુદ્દાઓ અને તેના નિરાકરણની વિગતો કરારો સહી થઇ આખરી થશે ત્યારે જ ખબર પડશે પરંતુ વિવિધ જટિલ સમસ્યાઓ વિશે વિગતો નીચે મુજબ છે: ઓટો ટ્રિગર મિકેનિઝમ (Auto Trigger Mechanism) –