અંગારપથ. - ૫૦

(187)
  • 10.7k
  • 14
  • 5.6k

અંગારપથ. પ્રકરણ-૫૦. પ્રવીણ પીઠડીયા. સંજય બંડુ ભયંકર મોતે માર્યો હતો, કમિશ્નર પવાર ઘાયલ થઇને હોસ્પિટલનાં બિછાને પડયો હતો અને ડગ્લાસ ગોવા છોડીને એકાએક જ ક્યાંક ગાયબ થઇ ગયો હતો એ સમાચારે સંભાજી ગોવરીકરને હલાવી નાંખ્યો હતો. તે બુધ્ધીનો લઠ્ઠ માણસ તો હતો નહી એટલે તુરંત સમજી ગયો કે જો આ સમયે હોંશીયારી બતાવવા જશે તો પોતાના પગ ખુદનાં ગળામાં જ આવીને સલવાશે એટલે સૌથી પહેલો રસ્તો તેણે ગોવાથી પલાયન થઇ જવાનો અપનાવ્યો હતો. પરંતુ, પવારનાં ખૂરાફાતી દિમાગ સામે તેનો પનો ટૂંકો પડયો હતો. જનાર્દન શેટ્ટીએ તેને દબોચી લીધો હતો અને ગિરફતાર કરીને અત્યારે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી રહ્યો