પીટર ફસાયો આદિવાસીઓના સંકજામાં...|||||||||||||||||||||||||||||||||||||||||| |||||||||||||||||||||||||_______________________________________ જ્યોર્જની આંખો ખુલી. તે આળસ મરડીને બેઠો થયો. લગભગ સાંજના સાત વાગી ચુક્યા હતા. તેઓ જે ટાપુ ઉપર હતા ત્યાં ધીમે-ધીમે અંધારું છવાઈ રહ્યું હતું. જ્યોર્જે બાજુમાં સુતેલા પીટર ઉપર નજર કરી. પીટર હજુ પણ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. આખી રાત દરિયાના તોફાનોમાં ઝઝૂમ્યા બાદ બંને અત્યંત થાકી ગયા હતાં.પછી આ ટાપુ ઉપર તરીને આવ્યા બાદ બંને આખો દિવસ સુતા રહ્યા. જ્યોર્જ હજુ બેઠો જ થયો કે સામેના ઝાડી-ઝાંખરામાં સળવળાટ થયો. જ્યોર્જ શારીરિક રીતે થાકેલો હતો પરંતુ મનથી એકદમ સાબદો હતો. અને જેવું એણે એ તરફ જોયું તો ત્રણ-ચાર આકૃતિઓને બહાર નીકળી આવી. અંધારું જામી