ઇંતજાર આજ ભી હે....

(16)
  • 2.6k
  • 1
  • 901

"શેફાલી દસ નમ્બરનાં પેશન્ટનું બીપી માપીને રિપોર્ટ કરો જલ્દી..." “યસ સર....” શેફાલી મમતા હોસ્ટપીટલમાં કામ કરતી એક નર્સ હતી... હમણાં જ અભ્યાસ પૂરો કરીને નવીનવી હોસ્પિટલમાં જોડાઈ હતી... કામનો જરાય અનુભવ નહોતો... છતાંય શીખવાની તત્પરતા ભરપૂર હતી... ખડે પગે નીરજસરની સાથે રહેતી અને દરેક કામ ઉત્તમ રીતે પાર પાડતી.... શેફાલી એક સામાન્ય પરિવારમાંથી આવતી હતી... ઘરમાં પપ્પા રીટાયર્ડ શિક્ષક હતા... વર્ષો સુધી સરકારી પ્રાથમિક શાળામાં સેવાઓ આપી હતી... શેફાલી ઘરમાં સૌથી મોટું સંતાન હતું... એના બીજા બે નાના ભાઈ બહેન હતા.. પપ્પાના નજીવા પેનશનમાં ઘર ચલાવવું મુશ્કેલ હતું.... શેફાલી પોતાની આવક પૂરેપૂરી ઘરમાં આપતી... પોતાના મોજશોખતો એ કયાંય ભૂલી