પેન્ટાગોન - ૪

(73)
  • 5.9k
  • 8
  • 3.4k

(કબીરને લાગ્યું કે કોઈ એમનો વિડિયો ઉતારી રહ્યું હતું અને એ એક યુવતી પાછળ ભાગેલો. બાકીના ત્રણ મિત્રો વાઘના પૂતળા પાસે ઉભા રહી ગયેલા.)કબીરને હવે બરાબર ગુસ્સો આવી ગયેલો. એને કોઈ ઉલ્લુ બનાવી ગયું હતું. એને પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો કે એ આવી બધી વાતો માની કેમ ગયો. એણે વાઘની નજીક જતી વખતે નોટીશ કરેલું કે દૂરથી લાલ લાઈટ જેવું એક નાનકડું ટપકું દેખાયું હતું અને તરત જ પછી હળવી ગરગરાટી સંભળાયેલી, કબીરને ખ્યાલ આવી ગયો એ બાઈક સ્ટાર્ટ થવાનો અવાજ હતો અને તરત જ અવાજની દિશામાં દોડ્યો હતો.એની શંકા સાચી હતી. એક બાઈક જઈ રહી હતી.