"ભાઈ મારે મરી જવું છે" તે ઉદાસ હશે. તે કદાચ રડી રહી હશે પરંતુ વ્હોટસેપના તે મેસેજમાં હું તેની ખાતરી કરી શક્યો નહીં. છતાં પણ મને તેની એ ગમગીની મહેસૂસ થઇ રહી હતી. તેના આંસુઓની મને નિર્જીવ ફોનમાં અનુભૂતિ થઈ રહી હતી. આમ તો હું એને ઘણા સમયથી ઓળખું છું. પરંતુ મેં ક્યારેય પણ તેને જોઈ નથી. હું તેને રૂબરૂ મળ્યો નથી. કે ન તો એની સાથે કોઈ દિવસ ફોન ઉપર વાર્તાલાપ કર્યો છે. અમારો આ સંબંધ છે માત્ર લાગણીનો. એક સાહિત્યકારથી બીજા સાહિત્યકારનો. હું તેને કોઈ સ્ત્રી, કોઈ માં કે કોઈ વિદ્યા પિપાસુ તરીકે નહોતો જાણતો. હું જાણતો હતો