સાચી સમજદારી

(21)
  • 3.9k
  • 1.1k

રુચાના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. સગાઈ પછી રુચા અને તેના ભાવિ પતિ ઋષિ ફોન પર ખૂબ વાતો કરતા હતા. એક બે-વાર તો તે રાજકોટ અમારા શહેરમાં આવ્યા તો મુલાકાતો પણ થઈ. લગ્ન પછી રુચા ને ઋષિ વિદેશ માં ફરવા પણ ગયા હતા. બંન્ને નું બધુ કેટલુ સારુ ચાલી રહ્યું હતુ. પણ હવે રુચા ને લાગે છે કે આ બધી વીતી ગયેલી વાતો છે. જીંદગી હવે એક રૂટિન બનીને રહી ગઈ છે. લગ્નના એક જ વર્ષમાં રુચા ને જાણ થવા લાગી કે એનો પતિ ઋષિ ખૂબ જ સિમ્પલ વ્યક્તિ છે અને બિલકુલ રોમાંટિક નથી. રુચાને તો હંમેશા ફિલ્મો અને