લવ રિવેન્જ - ૧૦

(66k)
  • 9.3k
  • 6
  • 5.6k

લવ રિવેન્જપ્રકરણ-10 "ઓયે....!" ખેતલપા પહોંચીને લાવણ્યાએ પાછળની તરફથી વિશાલની પીઠ ઉપર જોરથી ધબ્બો મારતાં કહ્યું "કેમ આમ સાવ કોરો-કોરો બેઠો છે...!? કઈંક મંગાવ..! આજે તો ડબલ મસ્કો મારીને મસ્કાબન મંગાવ...! મારાં તરફથી..!" "ઓહો...!?" લાવણ્યાના ચહેરાની ખુશી જોઈને વિશાલ બોલ્યો "શું વાત છે આજે...!? પાર્ટી ફોર્મમાં છે....!" "અરે you won't believe કે આજે શું થયું...!" લાવણ્યા દરેક ગુજરાતીની જેમ અડધું ગુજરાતી અડધું અંગ્રેજી બોલી "આજેતો સ્વર્ગના બધાંજ દેવતાઓ મારી ઉપર પ્રસન્ન થઈ ગયાં...!" "એમ...!? શું વરદાન આપ્યું...!?" વિશાલ મ્હોં બનાવતા બોલ્યો "સિદ્ધાર્થ....!" લાવણ્યા ફૂલફોર્મમાં આઇબ્રો નચવતા બોલી અને તરતજ વિશાલની બાજુમાં બાઇકની સીટ ઉપર બેઠી. "એટ્લે...!?" વિશાલ તેની સામે જોઈને બોલ્યો.