તરસ પ્રેમની - ૧૩

(53)
  • 4.3k
  • 4
  • 2k

વિચારો કરતા કરતા મેહાની આંખોમાંથી ફરી દડ દડ કરતા આંસુ ટપકવા લાગ્યા. મેહાને મમતાબહેનનો અવાજ સંભળાયો. મમતાબહેન:- "મેહા શું કરે છે? આજે ચા પીવા માટે નીચે પણ ન આવી."મેહા:- "હવે આવવાની જ હતી."મમતાબહેન રસોડામાં જઈ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. મેહા ચૂપચાપ ચા પી રહી છે. ચા પીને પછી મેહા ક્યાંય સુધી વિચારોમાં ખોવાયેલી રહી. મમતાબહેને નોટીસ કર્યું કે મેહા આજે કંઈક વધારે જ ઉદાસ છે. મમતાબહેન મેહા પાસે આવે છે.મમતાબહેન:- "શું થયું મેહા? સ્કૂલમાં કંઈ થયું કે?"મેહા:- "ના મમ્મી કંઈ થયું નથી."મમતાબહેન:- "તો આટલી ઉદાસ કેમ છે?"મેહા:- "હું ક્યાં ઉદાસ છું. એ તો શરીરમાં થોડી વીકનેસ છે એટલે.