અજનબી હમસફર - ૯

(31)
  • 3.5k
  • 1.6k

"હવે અંદર જઈએ " બંને બંગલાની અંદર પ્રવેશ કર્યો .તે ધનજીભાઈનું ઘર હતું .ધનજીભાઈ અને શારદાબા જાણે તેમની જ રાહ જોતા હોય તેમ ઉમળકાથી તેનું સ્વાગત કર્યું. નોકરે પાણી આપ્યું. દિયા હજુ આશ્ચર્યમાં હતી તે રાકેશ સામે જોઈ રહી રાકેશ કંઈ બોલે તે પહેલાં ધનજીભાઈ એ કહ્યું, "બેટા રાકેશનો બે દિવસ પહેલા મારા પર ફોન આવેલો કે તુ રહેવા માટે મકાન શોધે છે .તો મે શારદાને વાત કરી.અમે આમ પણ આવડા મોટા મકાન માં એકલા રહિએ છીએ .અમારી સાથે કોઈ રહેશે તો અમને પણ સથવારો મળે. ખાસ કરીને મારી શારદાને.. એટલે અમે બંનેએ મળીને એ નિર્ણય