લોકડાઉન માં અનલોક ************* આજે લોકડાઉન નો સત્તરમો દિવસ છે. કંટાળ્યા છો ? હા.. કેમ ? ઘરમાં રોજ નવી નવી પ્રવૃત્તિ કરીએ છીએ પણ હવે તો એનો સ્ટોક પણ ઘટતો લાગે છે. સમય પસાર કરવો અઘરું લાગે છે. કારણ જાણો છો ? કેટલાંય વર્ષોથી આપણે આપણા બાપ-દાદાઓ દ્વારા ધરોહરમાં મળેલ વાતો, પ્રવૃતિઓ, સગપણ, પ્રેમ, રીવાજો વગેરે વગેરે ભૂલી ગયાં છીએ કે મોડર્ન દેખાવાની કે રહેવાની પળોજણમાં બાજુએ મુકતા ગયાં અને ભીડમાં આગળને આગળ દોડતા ગયાં.. ખરેખર ત્યાં કોઈ સ્પર્ધા નહોતી પણ આપણેજ સ્પર્ધાનું રૂપ આપી દિધું. ક્યારેક રહેણીકરણીમાં તો ક્યારેક ઠાઠમાઠનું પ્રદર્શન કરવામાં. ચાલો.. વાંધો નહી પૈસા છે તો વાપરવામાં