પ્રથમ પ્રેમ - ભાગ ૬

  • 4.5k
  • 1
  • 1.3k

જુદાઈ નાં દિવસો માધુરીના પપ્પા ત્યાજ ઉભા રહી ગયા અને બોલ્યા આશા તુ અહિયાં શું કરે છે? માધુરીના નાં પપ્પા અમદાવાદ નાં એક મોટા વ્યાપારી હતા અને અમદાવાદ નાં નાના મોટા બધાજ વ્યાપારીઓ તેમને મનુ શેઠ થી ઓળખતા આમ તો એમનું નામ મનહરભાઈ ભટ્ટ હતું પણ મોટાગજાના વ્યાપારી હોવાના કારણે લોકો તેમને મનુ શેઠ કહેતા મનુ શેઠ નો પહેરવેશ એકદમ સાદો અને સરળ હતો. સફેદ ઝભો અને સફેદ લેંઘો અને ડાબાહાથમાં તેની સધ્ધરતા ની ચાડી ખાતી વિદેશી કંપની ની મોંઘી ઘડિયાળ અને પગમાં હાથબનાવટની કાળા કલરની ચાંમડાની મોજડી અને માથાપર સફેદ ગાંધી ટોપી. હવે હું અને જય સ્તબ્ધ થઇ