તરસ પ્રેમની - ૧૨

(44)
  • 4.3k
  • 5
  • 2k

રાતે જમીને RR મેહા વિશે જ વિચારતો હતો. "શ્રેયસ વિશે મેહાને ખબર પડશે તો કેટલું દુઃખ થશે મેહાને. I think મેહાને મારે શ્રેયસ વિશે કહી દેવું જોઈએ."મેહા પર શ્રેયસનો ફોન આવે છે. શ્રેયસ ફોન કરીને મેહાને પોતાના રૂમમાં બોલાવે છે. શ્રેયસ પોતાના રૂમમાં એકલો જ હતો. મેહા:- "નેહા શ્રેયસ મને પોતાના રૂમમાં બોલાવે છે. હું બસ હમણાં જ આવી."નેહા:- "મેહા આટલી રાતના શ્રેયસના રૂમમાં જવું ઠીક નથી."મેહા:- "કેમ ઠીક નથી?"મિષા:- "કંઈક થઈ ગયું તો?"મેહા:- "કંઈ થવાનું નથી. તમે જેવું વિચારો છો એવું કંઈ નહીં થાય."પ્રિયંકા:- "એમ થોડી ન કંઈ થાય. મેહા પર મને વિશ્વાસ છે."મેહા રૂમમાંથી બહાર નીકળી.