સંતકથા

(13)
  • 5.3k
  • 1.3k

અતિ સમૃદ્ધ એવું એક રાજ્ય હતું. રાજા, વજીર, પુરોહિત, મંત્રીમંડળ, સેનાપતિ, સામંતો અને અઢારે વરણ પોતપોતાના જીવન વ્યવહાર નિભાવતા. રાજ્યના સદભાગ્યે એક શુદ્ધ સંત ત્યાં વસતા હતા. તનથી, મનથી અને કર્મથી તેમની ફકીરી જગજાહેર હતી. સાધુનું જીવન હોવું જોઈએ એવું, સાદું, સાચું અને સારું જીવન તેઓ જીવતા હતા.સાધુમાં તેજ હતું, ઓજસ હતું, આભા હતી.પ્રતિપળ નામ-સ્મરણ, હરિ-કથાનું ગાન અને આંતરબાહ્ય શુચિતા માટેની સાવધાની સાથેની સજાગતાને કારણે તેમના પ્રસન્ન મુખદર્શનથી, તેમના સુમધુર વચનના શ્રવણથી અને તેમની નેહ નીતરતી નિર્મળ નજરોમાંથી પરમ શાંતિ વરસતી રહેતી.કશા યે આડંબર વિના, તદ્દન ધરાતલના માનવી માફક, સૌની સાથે સૌના જેવા જ સામાન્ય બનીને તેઓ વસતા હતા. તેમનામાંથી