અંગારપથ. - ૪૯

(192)
  • 10.1k
  • 16
  • 5.4k

અંગારપથ. પ્રવીણ પીઠડીયા. પ્રકરણ-૪૯. વિજળી ચમકે એમ એક ઝબકારો થયો અને અભિનું જેકેટ ત્રાસું ચીરાયું. જેકેટની સાથે નીચે પહેરેલું ટિશર્ટ પણ ચીરાયું. “આહ….” ન ચાહવા છતાં તેના ગળામાંથી દર્દભર્યો ઉંહકારો નીકળી ગયો અને પગ આપોઆપ પાછળ ધકેલાયા. તેની છાતીમાં લાંબો લીટો તણાયો અને તેમાથી લોહી ઉભરાયું. ટીશર્ટ લાલ રંગે રંગાયું અને છાતીમાં ભયંકર બળતરા ઉપડી. આમન્ડા તેની ધારણા કરતાં પણ વધું ઝડપે ત્રાટકી હતી. તેણે હાથમાં પકડેલા ચાકુથી અભિ ઉપર હુમલો કરી દીધો હતો. અભિ ભયંકર આશ્વર્યમાં ગરકાવ બની ગયો. આમન્ડાનું ચાકું એટલી ગજબનાક સફાઈથી ફર્યું હતું કે અભી પાસે બચાવનો સમય પણ રહ્યો નહી અને કોઇ હરકત કરે