આજના યુગમાં ઘણા એવા યુવાનો – યુવતીઓ હશે જેને કઈ કરવું હશે પરંતુ કોઈ દિશા મળતી નહીં હોય. શું કરવું ? કેવી રીતે કરવું ? ક્યાં જવું ? આ બધા પ્રશ્નો સામાન્ય રીતે આવા યુવક-યુવતી માં જોવા મળે છે. તેઓમાં આંતરિક શક્તિ ખૂબ જ હોય છે પરંતુ તેને બહાર કઈ રીતે લાવવી તેની કોઈ સ્પષ્ટ દિશા તેઓને મળતી નથી. આથી તેઓ નિરાશા, ડિપ્રેશન, અજ્ઞાત ભય, ઘૃણા ,અકારણ ક્રોધ , બદલાની ભાવના જેવા દૂષણોથી ઘેરાઈ જતાં હોય છે. આજ વસ્તુ આપણે બહોળા પરિપ્રેક્ષમાં જોઈએ તો કુટુંબ, સમાજ ,જ્ઞાતી,દેશ દુનિયા માં વ્યાપક રૂપે જોવા મળે છે અને આ