લવ બ્લડ - 2

(106)
  • 7.7k
  • 7
  • 5.5k

લવ બ્લડપ્રકરણ-2 દેબાન્શુ-જોસેફ- શૌમીક - પ્રવાર, પ્રુત્યાન્શુ બધાંજ મિત્રો ચાલતાં ચાલતાં મોલ તરફ જઇ રહેલાં સામે છાપેલા કાટલા જેવો બોઇદા મળી ગયો સાથે રીપ્તા અને સલીમ હતાં. બોઇદા અને જોસેફને વાતચીત થઇ બધાએ હાય હેલો કર્યુ. બોઇદાએ આંખ મારીને જોસેફ સાથે રીપ્તા અંગે ગંદી કોમેન્ટ કરી અને એ લોકો નીકળી ગયાં. દિબાન્શુને એ ગમ્યું નહીં એણે જોસેફને કહ્યું "તારે એની સાથે દોસ્તી છે ? જોસેફે હાય હેલો જ છે કહી વાત ટાળી. દેબાન્શુ રીપ્તાને જોઇને ઊંડા વિચારોમાં પડી ગયો એને સ્કૂલનાં દિવસ યાદ આવી ગયાં. રીપ્તા સ્કૂલ સમયમાં પણ બહુ બિન્દાસ અને બોલ્ડ હતી... ડોન બોસ્કો સ્કૂલની બિપાશા બાસુ હતી