Diversion 2.3

  • 3k
  • 2
  • 1.1k

ડાયવર્ઝન ૨.૩ (સ્ટોરી-૨ / પાર્ટ-૩) ...ગાડી સડસડાટ જઈ રહી છે. સ્પીડ માપ ની છે. પણ કોઈ બારી થોડી ખુલી ગઈ છે એટલે પવન નો ડરાવણો સુસવાટા ભરેલો અવાજ આવી રહ્યો છે. સુરજ રેડિયોને ટયુન કરી રહ્યો છે કદાચ કોઈ સ્ટેશન પર ગીતો વાગતા હોય તો રસ્તો કાપવામાં મદદ મળે અને પોતાના ડર ને થોડો દબાવી શકાય પણ, એકેય સ્ટેશન પર ગીતો વાગ્યા નહિ. ઉલટાનું પેલો અવાજ જે ખુલ્લી બારી માંથી આવી રહ્યો હતો એનો અવાજ જાણે વધી રહ્યો હતો અને એ સુસવાટા ભર્યા અવાજની સાથે જાણે કોઈ કંઇક કહી રહ્યું હોય તેવો સંદેશો ધીમા ધીમા અવાજે સંભળાઈ રહ્યો હતો.