એક મહિનાના પગારમાં બે મહિનાનો સમય પણ નિકળી શકે....હા..નિકળી શકે...ના મુવી જોવાનો ખર્ચ,ના હોટલોનો ખર્ચ અને હા,અમુકને તો બોટલોનો પણ નહિ.છતાય ટેવાય ગયેલા અમુક હિરલાઓ ગમે ત્યાંથી સેટિંગ કરી લે.માવો ચોળ્યા વગર સવાર ના પડે.હિરોઈનોનેય પાણી પુરી વગર ચાલી જાય,ટીપ ટોપ કર્યા વગર ચાલી જાય.અરે લગ્ન અને ચાંદલા ઉપરાંત સીમંત એવું બધું ટૂંકમાં પતી જાય.ભેટ સોગાદોનું ૨૦% બજેટ,ઉપર પેલા વાત કરી એમાં ૧૫%નુ બજેટ.એમાય નવા કપડા લેવાના એ પણ ભાડેથી.વરરાજા અને દુલ્હનના ભાડે મળતા કપડામાં તો આપણા જેવા મિડલ ક્લાસના માણસને કદાચ એક આખા વર્ષના કપડા આવી જાય એ પણ ઈનરવેર સાથે. નાના ટેણિયાઓ હોય એને નફામાં તબિયત