લવ રિવેંજપ્રકરણ-9 "તો ....! તું વડોદરાનો રહેવાસી છે....! એમને...!?" મસ્ત રોમેન્ટીક વાદળછાયાં વરસાદી વાતાવરણમાં લાવણ્યા અને સિદ્ધાર્થ રિવરફ્રન્ટ ઉપર વોક કરી રહ્યાં હતાં. "હમ્મ...!" સિદ્ધાર્થે હામી ભરી. "તું રોજે વડોદરાથી આવે છે....!?" લાવણ્યાએ પૂછ્યું. "ના...!" સિદ્ધાર્થ બોલ્યો "હું અંહિયા મારાં મામાને ત્યાં રહું છું...!" "ohk...!" બંને થોડીવાર સુધી ચૂપચાપ આગળ ચાલ્યાં. "આ શનિ-રવિ તું ફ્રી છે...!?" લાવણ્યાએ તેની સામે જોયું. "હાં...! કેમ...!?" "તારી ઈચ્છા હોય તો આપણે નજીકમાં ક્યાંક ફરવા જઈએ...!?" લાવણ્યાએ પૂછ્યું. સિદ્ધાર્થ સાબરમતી નદીમાં તરી રહેલી સ્પીડ બોટો તરફ જોયું અને વિચારવા લાગ્યો. "જો તું કમ્ફર્ટેબલ હોય તોજ હો...!" લાવણ્યાએ ફરી કહ્યું. "અમ્મ...! હું વિચારું જોવું...!" સિદ્ધાર્થ બોલ્યો