7. શ્રીમદ્દ ભગવદ્દગીતા. અધ્યાય - 1 શ્લોક - 1. અર્જુનવિષાદ યોગ.

(49)
  • 8k
  • 6
  • 2.9k

धृतराष्ट्र उवाचधर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥ ધૃતરાષ્ટ્ર બોલ્યા :- હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુનાં પુત્રોએ શું કર્યું ? શ્લોકને સમજતા પહેલા એક પ્રશ્ન મનમાં આવ્યા વગર રહેતો નથી કે - મોહ અને પ્રેમ એ બન્નેમાં તફાવત શું છે ? એકતરફી વિચાર કરીયે તો એવું સમજાય કે આમ તો બન્ને એકબીજાના પૂરક જ છેને કારણ કે મનુષ્યને જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે પ્રેમ હોય છે તેનાથી જ મોટેભાગે મોહ થાય છે અથવા તો મનુષ્યને જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે પેહલેથી જ મોહ હોય છે તેની સાથે