કંકાવટી

(29)
  • 6.1k
  • 1.2k

વાર્તા- કંકાવટી લેખક- જયેશ એલ.સોની ઊંઝા મો.નં.9601755643 શહેરના મોટામાં મોટા અને અતિશ્રીમંત બિલ્ડર મહાવીર કન્સ્ટ્રકશન ના માલિક મહાવીરપ્રસાદના મોટા દીકરા દર્શનના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. દર્શન પોતે પણ શહેરનો સફળ આર્કિટેક્ટ હતો.દર્શનની સગાઇ થઇ એટલે માબાપના જીવમાં જીવ આવ્યો હતો.આખા ઘરમાં ઉચાટ હતો. દર્શનની ઉંમર અઠ્ઠાવીસ વર્ષ થઇ ગઇ હતી. અત્યાર સુધીમાં સારા સારા કુટુંબોની લગભગ પચાસ જેટલી કન્યાઓના માગાં એ ઠુકરાવી ચૂક્યો હતો.કોઇ કન્યા તેને પસંદ આવતી નહોતી.ઘરમાં ટેન્શન નું વાતાવરણ થઇ ગયું હતું.છેવટે મહાવીરપ્રસાદે પૂછ્યું પણ ખરૂં કે કોઇ છોકરીને તું પ્રેમ કરતો હોયતો અમને કહે તારી મનગમતી છોકરી સાથે તારા લગ્ન અમે કરાવીએ.પણ દર્શને