14. 'ભરું ભરું ને તોય ખાલી…'(આ પંક્તિ એક ગરબા ગીત ની છે.'આજ અમે પાણીડાં ગયાં તાં સૈયર મોરી, કોની તે નજરું લાગીકે બેડાં મારાં ભરું ભરું ને તોય ખાલી')બેંકની ટેક્નિકલ બાબતો સિવાય બેંકને સ્પર્શીને જતી ઘણી વાતો આપણે સાથે માણીએ છીએ તે બદલ સહુનો આભાર.આ વાત જે લાંબો કાળક્રમ આ સિરીઝમાં આવરી લેવા ધાર્યો છે તેના પ્રમાણમાં ઘણી નજીકના ભૂતકાળમાં બની કહેવાય.અહીં સ્થળ, કાળ અને પાત્રો સાચાં કહું છું કેમ કે ઘટના અકલ્પ્ય પણ સાચી છે.જૂન 2015 નું પ્રથમ અઠવાડિયું. મારી આણંદ રિજિયનથી અમદાવાદ 'પેરન્ટ ઝોન' માં ફરી ટ્રાન્સફર થઈ. અમારે અધિકારીઓને પાંચ કે સાત વર્ષે અન્ય ઝોન કે રિજિયનમાં