કદી હોઠ પર રમાડજો, કદી આંખમાંય લાવજો, હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો. -હેમંત ધોરડા. આજે બહુ મોડું થઈ ગયું હતું, એક તો બદલી થઈને આવેલા નવા બૉસનું વલણ અને વધતું જતું કામ. 'સાલું ભલાઈનો કે ઈમાનદારીનો તો કોઈ જમાનો જ નથી રહ્યો', વિચારતા વિચારતા તમે ઘરનો દરવાજો ખોલ્યો નિશાંત. અને ખોલતાની સાથે જ ટેબલ પર મોબાઈલ મૂકતી વખતે ત્યાં પડેલી બે ચોકલેટ પર તમારી નજર પડી. ઘડીભર માટે નજર કોઈ અજાણ્યા કારણથી થંભી