રામલાલ ખેતી કામ કરતો અતિ સાધારણ માણસ.એની પત્નિ શાંતા અને દિકરા અજય સાથે સુખ અને સંતોષથી રહે છે. દિકરો અજય ભણવામાં ખૂબ જ હોંશિયાર. સ્કુલમાં કાયમ અવ્વલ નંબરે આવતો એટલે રામલાલ અને શાંતા બંને ખૂબ જ ખુશ થતા.અજયના ભણતરમાં કોઇ વાતની કચાશ રાખતા નહી. કોઇપણ હિસાબે અજયના ભણતરની બધી જ જરુરિયાતો પૂરી કરતા. એના માટે બંને પતિ પત્નિ ખૂબ મહેનત કરતા. અજયની ઇચ્છા પ્રમાણે MBA કરાવ્યું અને અજયે અવ્વલ નંબર મેળવી એક મોટી કંપનીમાં ખૂબ જ સારી નોકરી મળી એટલે તે બીજા શહેરમાં ચાલ્યો ગયો. દર મહિને અજય એના માતા પિતાને રુપિયા અચૂક મોકલતો ત્યારે રામલાલ કહેતો કે અમારા બંનેનું