અંધકાર હવે થોડું ઉજાસનું વાતાવરણ સર્જી રહ્યું છે...પણ હજુયે એ વાતાવરણમાં ભાર છવાયેલો છે. વિરાજ અને સૌમ્યા સમજી ગયાં કે આ પોતાનાં પરિવારજનોનાં કૌશલ દ્વારા થયેલાં અકાળે મોતને કારણે હજું એમની આત્માઓ ભટકી રહી છે. એનાં કારણે જ કૌશલ આ પીડામાંથી પસાર થઈ રહ્યો છે. જ્યારે માણસ રાક્ષસ સમાન બને છે ત્યારે એને નથી અટકાવી શકાતો તો આ તો અતૃપ્ત આત્મો...એમની તાકાત તો અકલ્પનીય હોય...આજે સમજાયું કે આ હવેલીમાં કોઈ પ્રવેશ કેમ નથી કરી શકતું એ લોકો સિવાય. એકાએક વાવાઝોડું ફુંકાવા લાગ્યું...માત્ર એક બે બારીઓ સિવાય આખી હવેલી બંધ હોવાં છતાં એક ખુલ્લાં વાતાવરણમાં દરિયાકિનારા જેવો પવન ફુંકાયને બધાંને સ્પર્શી