" કેવલ! ચાલ હવે થોડીવાર ફ્રેશ થઈએ. કૉફી પીવા જઈએ. પછી આવીને ફરીથી વાંચીશુ." શૈલી કેવલને આગ્રહ કરી રહી હતી.. "ઓકે શૈલી! ચાલ જઈએ." કેવલ બોલ્યો.. બંને મિત્રો કોફીની મજા માણી રહ્યા હતા.. કેવલે હમણાં જ એન્જીનયરિંગ પૂરું કર્યું હતું. હવે આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આઈઆઈટીમાં એડમિશન મળે એની તૈયારી કરી રહ્યો હતો.. રાતદિવસ મન લગાવીને અભ્યાસ કરી રહ્યો હતો.. આઈઆઈટી એનું સપનું હતું.. બીજી તરફ શૈલી પણ એમબીબીએસ પૂરું કરીને આગળ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પોતાની મનગમતી બ્રાન્ચમાં એડમિશન મળે એની તૈયારી કરી રહી હતી.. બંને પહેલીવાર આજ લાયબ્રેરીમાં મળ્યા હતા.. બન્નેના ધ્યેય એક હતા.. એટલે એકબીજાની મદદ કરતા અને થોડી