લવ રિવેન્જ - ૮

(74)
  • 6.9k
  • 5
  • 4.2k

લવ રિવેંજપ્રકરણ-8 "વોટ નોનસેન્સ...!?" નેહાની જોડે કેન્ટીનમાં બેઠેલી લાવણ્યા તાડૂકી. જ્યારે નેહાએ કહ્યું કે તે સિદ્ધાર્થ જોડે એટ્લે લગ્ન નથી કરવાં માંગતી કેમકે તે કોઈ અન્ય છોકરાને લવ કરે છે ત્યારે ત્યાં હાજર ગ્રૂપના બધાંજ છોકરાં છોકરીઓ ચોંકી પડ્યાં હતા. લાવણ્યાને તો વિશ્વાસજ નહોતો થતો. "તું સિદ્ધાર્થને પડતો મૂકીને બીજા કોને લવ કરે છે...!?" લાવણ્યાએ ઉગ્ર સ્વરમાં પૂછ્યું. બીજાં બધાંને પણ વાતમાં રસ પડતાં તેઓ તેમનાં મોબાઇલ મંતરવાના મૂકીને નેહાની વાત સાંભળી રહ્યા. "Its not your business લાવણ્યા...!" નેહાએ તદ્દન ભાવવિહીન સ્વરમાં લાવણ્યાને મહત્વ આપ્યાં વિના કહ્યું. લાવણ્યા છક થઈ ગઈ. બીજાં બધાંપણ એકબીજાના મોઢાં તાકવાં લાગ્યા. તેમને તો વિશ્વાસજ