કૂબો સ્નેહનો - 31

(36)
  • 3.7k
  • 1.6k

?આરતીસોની? પ્રકરણ : 31 અમેરિકાથી પૌત્રો સાથે આવેલી દિક્ષાના ચહેરા પરની અસ્પષ્ટતા અમ્માથી અજાણ રહી નહોતી શકી.. સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ દિક્ષાની ભીતરે ચાલતું તૂમુલ યુદ્ધ અમ્મા સ્પષ્ટ વાંચી શકતાં હતાં. પૌત્રો સાથે અમ્માનું હૈયું રાજીપાવાળું તો હતું, પરંતુ હૈયું એમની સાથે એક ભવમાં સાત ભવ જીવવા માટે રાજી નહોતું થતું. જે સમયને અમ્મા ભૂલવા માંગતા હતા, એ અત્યારે વિરાજ વિનાની ક્ષણે ક્ષણ વક્ર ગતિમાં વધી રહી હતી. ધ્વજવંદન કાર્યક્રમ પ્રારંભ થવાને થોડો હજુ સમય હતો. અમ્માએ તૈયારીઓ વિશે જાણકારી અર્થે વિનુકાકાને આગળ પુછ્યું, "ભાડેથી ખુરશીઓ મંગાવી હતી એતો આવી ગઈ છે ને.? મેદાનમાં ખુરશીઓ હજુ સુધી ગોઢવાઈ નથી