ઇતના CORONA મુજે પ્યાર - 7

(25)
  • 2.9k
  • 1.2k

લોકડાઉન દિવસ ૩: ધ્રુવ ઉઠ્યો ત્યારે પંક્તિ નાહવા ગઈ હતી એણે તકિયા નીચે નું ફોલ્ડર કાઢ્યું , એમાંથી એક પત્ર કાઢી વાંચવા લાગ્યો . જેમ જેમ એ પત્ર વાંચતો ગયો તેમ તેમ એના ચહેરા ના ભાવો બદલાવા લાગ્યા . એ ધ્રુવ અને પંક્તિ એ એકબીજાને લખેલા પ્રેમપત્રો હતા . ધ્રુવે પત્ર પાછો મૂકી ફોલ્ડર પાછું ઓશિકા નીચે મૂકી દીધું . પંક્તિ નાહીને બહાર આવી અને શું જુએ છે , ધ્રુવે ચા બનાવી હતી. પંક્તિ : અરે વાહ , આજે વહેલો ઉઠી ગયો તું , અને ચા પણ બનાવી? ધ્રુવ : હા , તને ગમે છે ને મારા હાથ ની બનાવેલી