ઇતના CORONA મુજે પ્યાર - 6

(17)
  • 2.8k
  • 976

બંને હજુ સુધી બાલ્કની માં જ ઉભા હતા , બંને ની આંખો માં આંસુ હતા . મોદી સાહેબે ફક્ત ૫ મિનિટ કહી હતી , પણ ૪.૫૦ થી ૫.૨૦ સુધી લોકો એ જે અભિવાદન કર્યું છે , બંને ના રૂંવાટા ઉભા થઇ ગયા હતા . બંને અંદર આવ્યા બંને ની અંદર લાગણી નું પૂર આવ્યું હતું , ધ્રુવ પંક્તિ ને ભેટવા જઈ રહ્યો હતો ને ત્યાં જ એની સાસુમા નો ફોન આવ્યો. પંક્તિ એ મોઢું મચકોડ્યું , ધ્રુવે ફોન પર વાત કરી , બધા સારા વાના છે , સંભાળ રાખજો જેવી જ વાતો થઇ . સાસુમા એ પંક્તિ નું પૂછ્યું ધ્રુવે