રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 1

(140)
  • 10.3k
  • 9
  • 4.5k

બ્રિટનના લીવરપુલ બંદરેથી ઉપડેલું 'કોર્નિયા' જહાજ આજે એટલાન્ટિક સમુદ્ર વટાવી પ્રશાંત મહાસાગરમાં પ્રવેશી ચૂક્યું હતું.મધ્યમ ગતિએ જહાજ દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું હતું. ખુશનુમા સવાર હતી..દરિયો શાંત હતો. પવન ની મંદ-મંદ લહેરો જહાજના તુતક ઉપર અવર-જવર કરી રહેલા માણસોના મનને પ્રફુલ્લિત કરી રહી હતી. લિવરપુલ બંદરેથી ઉપડેલું કોર્નિયા જહાજ લાઓસ ટાપુ તરફ જઈ રહ્યું હતું. જહાજના કેપ્ટ્ન હેરી શાંત બનેલા અફાટ મહાસાગર ઉપર દૂરબીન વડે ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી રહ્યા હતા.. "ગુડ મોર્નિંગ કેપ્ટન....શું જોઈ રહ્યા છો દરિયામાં... ' પરિચિત અવાજ કાને પડતા કેપ્ટ્ન હેરીએ આંખ પરથી દૂરબીન હટાવ્યું અને પાછળ નજર ઘુમાવી.. " ઓહહ !! પ્રોફેસર સાબ... ગુડ મોર્નિંગ..'